આજકાલ Facebook, Instagram, WhatsApp વગેરે સોશ્યલ મીડિયા એપ્સ ખૂબ જ પ્રખ્યાત છે, અને એમાં પણ Whatsapp તો હરકોઈ વ્યક્તિનાં સ્માર્ટફોનમાં જોવા મળે જ !!
Whatsapp માં દરરોજ અસંખ્ય ફોટા/વિડિયો સ્ટેટસ તરીકે પૉસ્ટ થાય છે, અને એમાં પણ આપણા કોઈ દોસ્ત કે સંબંધીના સ્ટેટસ જોઇને એ ફોટા/વિડિયો ડાઉનલૉડ કરવાનુ મન થઇ જાય છે, પરંતુ Whatsapp માં એ ડાઉનલોડ કરવા માટે કોઈ ઓપ્શન નથી, કદાચ ફોટા હોય તો આપણે સ્ક્રીનશૉટ લઇ શકીએ, પરંતુ જો વીડિયો હોય તો ડાઉનલોડ કરી શકાય નહીં. માટે આજે અમે તમને કેટલીક એવી Short Tricks બતાવીશું, કે તમે એ દ્વારા સ્ટેટસને તૈયારીમાં ડાઉનલોડ કરી શકશો, અને હા....., એ પણ અન્ય કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર.
કદાચ તમને ખબર ના હોય, તો તમને જણાવીશ કે જ્યારે તમે કોઇ સ્ટેટસ પર ક્લિક કરો છો તો એ ફોટા અને વીડિયો તમારા ફોનમાં આવેલા એક Hide Folder માં ઓટોમેટિક ડાઉનલોડ થઇ જાય છે, તો આના માટે તમારે સૌથી પહેલા તમારે એ Status ફોલ્ડર ને Unhide કરવુ પડશે.
Status ફોલ્ડરને Unhide કરવા માટે તમારે File Managerના મેન્યૂબારમાં જવાનુ છે. અહીં તમને એક સેટિંગ્સનો ઓપ્શન દેખાશે. Settings પર ક્લિક કર્યા બાદ એક Unhide Filesનું ઓપ્શન દેખાશે. Unhide પર ક્લિક કર્યા બાદ ફાઇલ મેનેજરમાં એક WhatsApp ફોલ્ડર હશે ત્યા જાઓ. ત્યારબાદ તમને એક Media ફોલ્ડર દેખાશે. મીડિયા ફોલ્ડરમાં ગયા પછી એક બીજુ Statuses નામનુ hide folder દેખાશે. અને આ જ ફોલ્ડરમાં તમેે જોયેલા ફોટા અને વીડિયો અહીથી કોપી કે મૂવ કરીને ગેલેરીમાં ડાઉનલોડ કરી શકશો.
Step 1 :- Open File Manager And Unhide Files,
Step 2 :- WhatsApp Folder,
Step 3 :- Media Folder,
Step 4:- Statuses નામનુ hide folder.
આશા રાખુ છું કે તમને આ માહિતી ગમી હશે, આ માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આભાર...
Comments
Post a Comment